STORYMIRROR

darshini vashi

Others

3  

darshini vashi

Others

ચાલ, આ ચોમાસે પણ લાગણી વરસાવીએ

ચાલ, આ ચોમાસે પણ લાગણી વરસાવીએ

1 min
163

ચહેરા પર ભલે માસ્ક છે

અને સાથે ઢગલાબંધ ટાસ્ક છે,

તેમ છતાં પ્રિયે

ચાલ, આ ચોમાસે પણ લાગણી વરસાવીએ,


રસ્તા પર મકાઈ, ભજીયાની લારીઓ ઓછી દેખાઈ છે

અને એમ્બ્યુલન્સ,પોલીસની ગાડીઓ વધુ દેખાઈ છે,

તેમ છતાં પ્રિયે

ચાલ, આ ચોમાસે પણ લાગણી વરસાવીએ,


લોનાવલા, ખંડાલા જવાની ઈચ્છા અધૂરી રહી છે

અને બાલ્કનીમાંથી જ વરસાદને માણવાની તક રહી છે,

તેમ છતાં પ્રિયે

ચાલ, આ ચોમાસે પણ લાગણી વરસાવીએ,


વરસાદના પાણીમાં છબછબિયાં કરવાંની મજા છે

અને આજે તો સેનેટાઇઝરથી ન્હાવાની સજા છે,  

તેમ છતાં પ્રિયે

ચાલ, આ ચોમાસે પણ લાગણી વરસાવીએ,


જવા દે બધી વાત નિરાશ થવાનો શું ફાયદો છે

અને દર ચોમાસે ભીંજાવાનો શું કાયદો છે ?

તેમ છતાં પ્રિયે

ચાલ, આ ચોમાસે પણ લાગણી વરસાવીએ !


Rate this content
Log in