STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

ચાહનારા

ચાહનારા

1 min
13

બગાડશો નહિ કોઈની બાજી સુધરે તો સુધારશો,

રાખશો ના કદી મન મેલું ના કોઈને તમે દુભાવશો.


આપણી ભૂલ ન દેખાય, તો બીજાની ન બતાવશો,

મગજ આપ્યું ઈશે તો તમે સારા વિચાર ધરાવજો.


હોય સંસ્કારમાં રહી જીવનારા તેને ના સમજાવશો,

હશે કોઈ તમને ચાહનારા તેનો સાથ નિભાવશો.


સમાજમાં રહી સાચા ખોટાની પરખ ધરાવશો,

હોય નિખાલસ વ્યક્તિત્વ, ગાંડામાં ન ખપાવશો.


હોય હિતેચ્છુ તેમની સાથ સંબંધ નવ બગાડશો,

રહેજો સદા આનંદમાં અને બીજાને કરાવશો.


પશુતા ભર્યું જીવન ત્યાગી માનવતા નિભાવશો,

માનવ શબ્દનો અર્થ ધ્યાને રાખી જીવન વિતાવશો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational