બોલવું પડશે
બોલવું પડશે
1 min
875
વસે જો વ્યથા હ્રદયે તારા,
તો તેને ખોલવુ પડશે !
ઢળેલા પોપચા એ વાત નહી ચાલે,
આંસુ ગાલ ઉપર એકાદ ઢોળવુ પડશે !
અહીં કેટલાય ઓટલા સૂના થૈ ગયા,
કડવુ સ્મરણોનુ વખ ઘોળવુ પડશે !
સમજ બધી છે ઝાંઝવા વિશે અમોને ,
મૃગનો અવતાર મળ્યો, તો દોડવુ પડશે !
દુઃખ ભરપૂર છે ફૂલો તોડવામાં પણ,
ઈશ્વરને ખુશ રાખવા વૃક્ષનુ સ્વપ્ન રોળવુ પડશે !
કેમ ચાલે ઓ' રસ્તાઓ તારૂ રોજ કચડાવુ ?
બધા મંઝીલે પ્હોંચ્યા, તારે પણ હવે બોલવુ પડશે !
