Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

4  

Pravin Mehta

Others

ભવસીંધુ.

ભવસીંધુ.

1 min
16


લાગે તને ઠોકરો હિંમત રાખી ચાલતો રહેજે,

ત્યજી દે તને તારા તોય ભાવ રાખતો રહેજે.


રાખી ભરોસો જાત પર આગળ વધતો રહેજે,

સહુને પ્રેમ આપી સૌનો પ્રેમાળ બનતો રહેજે.


મહેમાન જોઈ આંગણે સદાય હસતો રહેજે,

સૌના ખબર પૂછીને હોંકારો તું આપતો રહેજે.


તારો સ્વાર્થ છોડી દઈને સબંધ બાંધતો રહેજે,

પડે કામ કોઈને ત્યાં તારો સ્કંધ ધરતો રહેજે.


આપેલી દોલત ઈશે હાથ લાંબો કરતો રહેજે,

મારું તારું કાઢી નાખી આપણું માનતો રહેજે.


માનવ આકૃતિ તને મળી સહુને ગમતો રહેજે,

સત્તા, સંપત્તિનો મોહ ત્યાગી તું ચાલતો રહેજે.


દેશ કાજ કફન ઓઢવું પડે તો ઓઢતો રહેજે,

મા ભારતીના લાલ તેના ખોળે પોઢતો રહેજે.


દ્વિજ, પુરોહિત,બની વેદ ઋચા બોલતો રહેજે,

સ્ફુરણ થાય અંતરથી તે અક્ષર શોધતો રહેજે.


લઈને પતવાર હાથમાં ભવસીંધુ તરતો રહેજે, 

જવું છે તારે સામે પાર હલેસા મારતો રહેજે.


આવે તોફાન મઝધારે હિંમતથી લડતો રહેજે,

તું નીલગગનનું પંખેરું 'પ્રવિણ' ઉડતો રહેજે.


Rate this content
Log in