STORYMIRROR

Heer shakhra

Others

3  

Heer shakhra

Others

ભીંજવ મને

ભીંજવ મને

1 min
285

વરસી જા ધોધમાર બનીને વરસાદની લડી,

કેમ કરી રહ્યો છે પક્ષપાત, 

તૈયાર ઉભી છું ઝીલવા તને,

બહું થયો ઇંતેજાર,

હવે તો ભીંજવ મને 


અષાઢની હેલી કે શ્રાવણની શેર,

ઉપરથી વરસે તું પછી હોય શું ખેદ,

મુરઝાઈ રહ્યાં છે નયનો,

થાકી ગયા છે શબ્દો,

હવે તો ભીંજવ મને.


માન્યું કે માનવી છું,

પણ તું તો દેવ છે ને !

શું એનું છે અભિમાન ?

લે કહ્યું કે હું હારી તું જીત્યો,

તારી જ જીતને માણવા,

હવે તો ભીંજવ મને.


Rate this content
Log in