ભારત દેશના બાળ
ભારત દેશના બાળ
1 min
46
કલવર કરતાં પંખીની પાંખ છીએ અમે,
ગીરના સિંહ સિંહણ છીએ અમે...
ભારત દેશના બાળ છીએ અમે...
પંખીની પાંખ બનીને અમે,
નાચતાં કૂદતાં થાયે અમે,
શિક્ષકની છત્રછાયામાં અમે..
ભણતા રમતાં શીખીએ અમે..
ભારત દેશના બાળ છીએ અમે..
આજ કાલનું દીપ બનવા,
પ્રયત્ન પર પ્રયત્ન કરતાં અમે..
ભારત દેશના બાળ છીએ અમે...
ભારત દેશનું શાન બનીને,
દુનિયાનું શાન બનશું અમે..
ભારત દેશની આન બનવા..
દેશના રક્ષક બનશું અમે..
ભારત દેશ ના બાળ છીએ અમે..
ભારત દેશ ના બાળ છીએ અમે...