STORYMIRROR

Shital Ruparelia

Others

3  

Shital Ruparelia

Others

બાપુ ને

બાપુ ને

1 min
73

જન્મદિન આપને ખૂબ-ખૂબ મુબારક બાપુ….

હર વર્ષની જેમ અમે ધામધૂમથી મનાવીશું બાપુ…

શાળા, કોલેજ અને કચેરીઓમાં જાહેર રજા રાખીશું બાપુ…

શ્રમને પૂજનારાના જન્મદિને શ્રમ બંધ પાળીશું બાપુ….


સ્વતંત્રતા કાજે સાથીઓ સંગ લડનારા બાપુ…

આજે સરકારી કચેરીમાં નહેરૂ સંગ શોભતા બાપુ….

ગાંધી આદર્શની વાતો હવે તો ટેગથી થતી બાપુ…

વાસ્તવિકતા તો તમે જાણો જ છો બાપુ….


કહેવાનું ફક્ત એટલું જ કે દેશવાસીઓ મજામાં છે બાપુ…

ફક્ત અહિંસાનો ‘અ’ ખસીને સત્ય આગળ લાગ્યો બાપુ….

હવે હિંસા અ-સત્ય સાથે દોડતી બાપુ….

જુઓ ને ન્યાયની દેવી બંધ આંખે રડતી બાપુ….


Rate this content
Log in