STORYMIRROR

Rizwan Khoja

Others

2  

Rizwan Khoja

Others

આવોને પધારો મેઘરાજ

આવોને પધારો મેઘરાજ

1 min
13.6K


આવોને પધારો મેઘરાજા મારા પ્રદેશ આવકાર મીઠો રે દેશું અમે...
લેશું અમે લીલુંડો રે વેશ આવોને પધારો મેઘરાજા મારા પ્રદેશ!
 
ધખધખતી ધરતીની છાતીએ દેશું ઉતારા સાવ સૂના ને સૂકાં થયાં છે તળાવ અમારાં વાવણીની વાટું જુવે છે સૌ ખેડૂ અમારાં ક્યારે થાશે અમી પગલાં અહિં તમારાં...
 
આવોને પધારો મેઘરાજા મારા પ્રદેશ!
 
ગરદન ઝુકાવી ઊભી છે સૌ ડાળીઓ સૂકી રે થવા આવી અમારી વાડીઓ ઘાસ વીના ભૂખી રે મરે છે ગાયો..
તાશ બેઠો હવે રમુજી ગોવાળિયો...
 
આવોને પધારો મેઘરાજા મારા પ્રદેશ!
 
રણ પ્રદેશના રે છીએ અમે વાસી.. સીમાડાના અમે નિજ પ્રવાસી.. કરો અમી છાંટણા હવે પ્રિય મેઘ!
"કલ્પ" કચ્છનાં લોકો હવે ગ્યાં છે ત્રાસી આવો ને પધારો મેઘરાજા મારા પ્રદેશ!
 
આવોને પધારો મેઘરાજા મારા પ્રદેશ આવકાર મીઠો રે દેશું અમે... લેશું અમે લીલુંડો રે વેશ આવોને પધારો મેઘરાજા મારા પ્રદેશ!


Rate this content
Log in