Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Khakhar

Others

3  

Parul Khakhar

Others

આવીશ હું

આવીશ હું

1 min
14.2K


ના કશું લઉં સાથ પ્હેરેલા ગવનમાં લઈ જજે આવીશ હું
ખાસ મારું સ્થાન રાખીને જીવનમાં લઈ જજે આવીશ હું
 
ડાળખીમાં છેદ પાડી, ફૂંક મારી, ગાન નવલાં ગાઈશું
હાથ ઝાલીને હ્રદયનાં વાંસવનમાં લઈ જજે આવીશ હું
 
હું નથી ફુગ્ગો, નથી તુક્કલ, નથી પંખી, ફકત તરણું જ છું
બાથમાં લઈ મસ્ત તોફાની પવનમાં લઈ જજે આવીશ હું
 
કંઈ યુગોથી જે કલમનાં સ્પર્શથી અણજાણ છે તે શબ્દ હું
પીડનો પર્યાય છું તારા કવનમાં લઇ જજે આવીશ હું
 
જ્યાં હવા કે સૂર્ય કિરણો પણ કરી શકતા નથી આવાગમન,
જળ નીચેના એ સૂના અંગત ભવનમાં લઈ જજે આવીશ હું
 
હું સમિધા, હોમદ્રવ્યો, હોમશાળા, હોમકૂંડી હું જ હું
હું મને હોમી શકું એવા હવનમાં લઈ જજે આવીશ હું


Rate this content
Log in