આવ સખી
આવ સખી
1 min
14.7K
આવ સખી ભીની વર્ષાની વિયોગી
સાંજે આવ સખી સાથે ભીંજાઈએ
ઘેરાયેલ ગગન ને નીતરે છે વાદળાં
વર્ષાને મનભરી માણીએ આવ સખી
સાથે ભીંજાઈએ ભીના રસ્તા પર જોડાજોડ ચાલીએ
સાથ એક મનગમતો શોધીએ આવ સખી સાથે ભીંજાઈએ
નભના વારિએ આજ નખશીખ પલળીએ
કોરાકટ મનને મનાવીએઆવ સખી સાથે ભીંજાઈએ
મૌનની હોડી વાછંટે વહાવીએ
આંખોમાં ઝાપટું નીરખીએ આવ સખી સાથે ભીંજાઈએ
ચાતક થઈ છેઃ મિલનની ઝંખના
હવે મન મૂકી ને વરસીએ આવ સખી સાથે ભીંજાઈએ
