આભમાં માળો
આભમાં માળો
1 min
564
પાઇ પાઇ ભેગી કરે,
કરે થોડો ઘણો ફાળો,
તેને, બાંધવો છે આભમાં,
એક મોટો માળો.
ભરપૂર છે, આંખોમાં ઓરતા,
છે પણ ખિસ્સા ખાલીખમ.
વેંઢાર્યા કરે સપનાનો કોથળો,
પાંપણ, પણ છે લીલીછમ.
છો ને આંખમાં રહેતો,
ઉજાસ કાળો કાળો.
તેને, બાંધવો છે આભમાં,
એક મોટો માળો.
માન વેચ્યા, ઇમાન પણ વેચ્યા,
વેચ્યા તેણે ખ્વાબ, આખી રાત.
કોણ માનશે કે, એ ખુદ વેચાયો
જો કરે છે, હર કોઈ આવી વાત.
કરશો નહિ કોઈ હવે,
તેની ઇચ્છામાં ચાળો
તેને, બાંધવો છે આભમાં,
એક મોટો માળો.
