આ જન્મારો
આ જન્મારો
1 min
193
તું ગુલમહોર હું ગરમાળો
બેઉથી મઘમઘ ઉનાળો,
તું કેસરભીને વાન, હું તેજ તણું વરદાન,
તું રંગ કસુંબલ ચૂંદલડી, હું સાફો ઘૂઘરીયાળો,
તું મોસમનો શણગાર, ને હું એનો અણસાર,
તું છોરી જોબનવંતી ને હું છોરો કામણગારો,
રંગે ભીંજયાં આપણ, રંગાયા ફળિયું ને આંગણ,
ધરા, ગગન રંગીન અને રંગીન છે આ જન્મારો.
