મારા બ્લોગમાં તમારું સ્વાગત છે.
થોડું મારા વિષે જણાવી દઉં, મારુ નામ વિપ્લવ ધંધુકિયા છે. મારું નામ અને ઐતહાસિક ચળવળ એકબીજાના પૂરક છે, પણ હું તમારી સાથે ઈતિહાસની કોઈ વાત નથી કરવાનો. આ બ્લોગમાં તમને મારી લખેલ કૃતિઓ મળશે. મને ગઝલ અને શાયરી લખવાનો શોખ છે, અને ક્યારેક માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓ... Read more
મારા બ્લોગમાં તમારું સ્વાગત છે.
થોડું મારા વિષે જણાવી દઉં, મારુ નામ વિપ્લવ ધંધુકિયા છે. મારું નામ અને ઐતહાસિક ચળવળ એકબીજાના પૂરક છે, પણ હું તમારી સાથે ઈતિહાસની કોઈ વાત નથી કરવાનો. આ બ્લોગમાં તમને મારી લખેલ કૃતિઓ મળશે. મને ગઝલ અને શાયરી લખવાનો શોખ છે, અને ક્યારેક માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓ પર પણ હાથ અજમાવ્યો છે, મારી થોડીક ગઝલોના વિડિઓ પણ બનાવ્યા છે એ બધું તમને અહીંયા મળશે. અને સાથે પ્રેમ-પત્રોની પણ એક સિરીઝ લખવાની કોશિશ કરી છે.
હું જે પણ લખું છું, શક્ય છે એમાં ક્ષતિ હોય, શક્ય હોય તો જણાવજો બાકી એક નવશીખિયો સમજી માફ કરજો.
મારા વિશે વાંચીજ રહ્યા છો તો થોડુક લંબાણથી જણાવી દઉં- અત્યાર સુધી મારા નામ પ્રમાણે મારા કામ નથી રહ્યા, પણ હા એવું કંઇક કરવાની ઈચ્છા જરૂર છે. કોલેજમાં હતો ત્યારથી કવિતાઓ લખવાનો શોખ હતો, થોડી ઘણી લખી પણ છે, એમાની થોડીક કોલેજ મેગેઝીનમાં, ગુજરાત સમાચારમાં આવતી સ્ત્રી પૂર્તિમાં, સમાંતર-પ્રવાહમાં પ્રકાશિત થઇ છે, ને બીજી બધી ઘરના એક ખૂણામાં દબાઇને પડી છે. એ કવિતાઓ અછાંદસ લયમાં લખાઈ છે, જેને જુવાનીના જોશમાં ઊર્મિઓની અભિવ્યક્તિ જ કહી શકાય, એટલે પોતાને હું કવિ માનવાની કે મનાવવાની કોશિશ નથી કરી રહ્યો. પણ હા કવિતા લખવા મેં એને શીખવાની જેહમત જરૂર કરી હતી, થોડાક છંદો ને ગઝલ ના મીટર શીખવા હાથ જરૂર અજમાવું છું.
હું માનું છુ , લખતા લખતાં ઘણું શીખાય છે અને ઘણું કહેવાય છે.
મારો પ્રયાસ અનુભવોથી શીખવાનો છે અને શક્ય બને તો પોતાને અને બીજા ને સમજવાનો છે.
આ બ્લોગને મારા અનુભવોની રોજનીશી સમજી શકો છો.
મારુ ફેસબુક પેજ
ઈચ્છા હોય તો આ ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો. Read less