આંખોમાં સંતાકૂકડી રમતી ભીનાશ હોય કે, ખુશીને ગમે ત્યારે ખો કહી જતી ઉદાસી કે પછી, સફળતાની ભૂલભૂલૈયામાં અટવાતું અલ્લડપણું.. ગમે એટલાં ગીલ્લી ડંડા મારી હાસ્યને થપ્પો આપી જ દે છે, આ અજાણ્યો તો પણ, સૌથી પોતીકો સંબંઘ, દોસ્તીનો..! ✍️ જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'
છુપાવી દીધાં હતાં.. પાંપણ પર લટકી રહેલાં બેચેન અશ્રુઓને અણિયાળી આંખલડીમાં, ત્યાં તો દૂરથી જ મૂંછમાં હસી રહેલો મેઘો વરસી પડયો પાગલપંતીમાં..! ✍️ જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'
નાનકડું બાળ માતાનો હાથ પકડી મૃદુ ગલીપચી કરી રહ્યું છે, પલકોમાં સુહાગી શમણાંઓ પ્યારા પગલાંઓની રમત કરી રહ્યું છે..! ✍️ જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'
મોં ફેરવીને બેઠો હતો આ અકડું મેઘ. પણ અષાઢી બીજે જેવાં નીકળ્યાં જગન્નાથજી, બસ હઠીલો મેઘ આખરે વરસી જ પડ્યો હરખાતો..! ✍️ જયશ્રી બોરીચા વાજા
भीगा हुआ लम्हा पलकों में बस जाता हैं हर पल तेरी मौजूदगी का एहसास कराता हैं ! ✍️Jayshree Boricha Vaja