Tirth Soni "Bandgi"
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

119
Posts
31
Followers
1
Following

હું તીર્થ વિજયકુમાર સોની, ધો. ૯ થી મેં કલમ ની કાલીઘેલી ભાષા સાંભળી ને લેખની ઉપાડી ભાવનું ઝરણું વેહતું કર્યું અને મારા દ્વારા ગુરુકૃપા થી રચાયેલ કૃતિઓ ને "બંદગી" નામે નવાઝી છે. અને હાલ બે અંગ્રેજી રચના ૮-૧૦ હિન્દી રચના તથા સંકલન ના અભાવે સૌ થી વધુ મારી માતૃભાષા માં કેટલીય રચનાઓ મારા દ્વારા રચાઈ... Read more

Share with friends

સતત દોડતી સોઈ સમયની, કોઈ કાજ કદી થંભે નહીં. માણવા વર્તમાન ને આપણે, થોભી જવું પડે થોડીવાર. - બંદગી

કિરણોના કરી તાંતણા, એમાં ચાંદની શીતળતા ભેળવી. વાસંતી ફૂલો ની ફોરમ, સાથે વ્હાલનો વરસાદ ભેળવી. એક પ્રતિમા ઈશ્વરે ઘડી, એમાં પ્રાણ ફૂંક્યા ને "માં" બની. - તીર્થ સોની "બંદગી" રાજકોટ

દુર્લભ થઈ ગઈ છે દયા, જગતમાં જડતી નથી. અવર પીડા દેખી જે નયન ભીંજે, ત્યાંથી ક્યાંય ગઈ નથી. - તીર્થ સોની "બંદગી" રાજકોટ

દેખી પરદુઃખ આંખોમાં અશ્રુ જો આવે, લૂછજે પછી પહેલા પરદુઃખ નિવારજે. - તીર્થ સોની "બંદગી" રાજકોટ

છે સફર ખૂબ કઠીન કાંટા ભર્યો, પણ છે મંઝિલ આપણી ગુલાબ પામવાની. - તીર્થ સોની "બંદગી" રાજકોટ

એ સર્જક જ જાણે જેણે જીવ્યાં જીવન જાજાં. કદી કીડી ની વ્યથા કહી, કદી રંક જીવન પાના. કોઈ દિ કબીર કૃષ્ણ બન્યો, કદી વૃઘ્ધ ના ઝંખાપા. વાસ્તવિકતા જે સંઘરેલ હૈયે આપી એને વાચા. - તીર્થ સોની "બંદગી" રાજકોટ

આજે ઈરાદો ઈશ્વરનો કંઇક અનોખો લાગે છે, ચૈતરના ઉનાળામાં આભે વાદળો બાઝે છે. - તીર્થ સોની "બંદગી" રાજકોટ

પૂજ્યા પાષાણ કેટલાય સુખ ની લાલચ માં લૂંટ્યા લોગ કેટલાય દોલત ની લાલચ માં માંગે છે પેટ માત્ર ભૂખ સંતોષવા અન્ન દાણા છેતર્યા છે જન કેટલાય સ્વાદ ની લાલચ માં - તીર્થ સોની "બંદગી" રાજકોટ

એકલો તૂટે પળમાં, જૂથ ન ભાંગે જટ. આંગળી ઘડો ન ઝાલે, હથેળી પકડે ઘટ. - તીર્થ સોની "બંદગી" રાજકોટ


Feed

Library

Write

Notification
Profile