Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#31 Days : 31 Writing Prompts (Season 2)

SEE WINNERS

Share with friends

સમજુતી:


આપને રોજ જોવા મળતી બેનરમાંની છબી (ચિત્ર) એ જે તે દિવસનો વિષય છે.


"ચિત્રમાં શબ્દો કરતા વધુ તાકાત હોય છે." અનામિક

લેખન એક કળા છે. દરરોજ નિયમિત લખવું એ એક લેખક માટે પડકારરૂપ હોય છે. ખાસ કરીને ત્યારે, જયારે કે તમારે તમને આપવામાં આવેલા ચિત્ર (પ્રોમ્પ્ટ)ને આધારે પડકાર સ્વીકારીને લખવાનું હોય છે.


સ્ટોરીમિરર ફરીથી હાજર છે ‘૩૧ દિવસ : ૩૧ ચિત્ર’ આધારિત અનોખી લેખન સ્પર્ધાની બીજી સીઝન લઈને. - તમારી સર્જનાત્મકતા અને કલ્પનાને શક્તિને રોજિંદા પડકાર આપતી એક અનોખી લેખન સ્પર્ધા લઈને.

નિયમો ખૂબ જ સરળ છે. તમારે ઉપરના બેનરમાં છબીના (ચિત્ર) આધારે વાર્તા અથવા કવિતા લખવાની છે. વિષય બાબતે તમે સ્વતંત્ર છો કે તમે તેને કેવી રીતે લખવા માંગો છો – કાલ્પનિક, રમુજી, હળવાશ, હોરર એમ કોઈપણ સ્વરૂપમાં આપ લખી શકો છો. તમારી કલ્પના મર્યાદિત ન કરો. તે વિસ્ફોટ થવા દો અને તમને જે કંઇ સુઝે છે તે લખો.

તો તૈયાર થઈ જાવ. તમારી કલ્પનાશક્તિને ચમકાવો અને તમારા શબ્દોમાં દુનિયાને રંગો. રોજ એક અલગ પ્રોમ્પ્ટ (ચિત્ર) માટે તૈયાર રહો અને દિલથી લખો.


નિયમો:

1.   સ્ટોરીમિરર દરરોજ બપોરે 12 વાગ્યે એક નવું લેખન પ્રોમ્પ્ટ (ચિત્ર) લોંચ કરશે.

2.   બેનરમાંનું ચિત્ર લેખનનો સંકેત માત્ર હશે.

3.   દરેક પ્રોમ્પ્ટ ચિત્ર સ્પર્ધાના અંતિમ દિવસ (1 જૂન) સુધી લખી શકાશે. તમે "પ્રોમ્પ્ટ" ટેબ હેઠળ અગાઉના સૂચનો જોઈ શકો છો.

4.   સ્પર્ધકે તેમની મૌલિક કવિતાઓ / વાર્તાઓ સબમિટ કરવી જોઈએ.

5.   વાર્તાઓ અથવા કવિતાઓન સબમિટ કરવાની સંખ્યા પર કોઈ મર્યાદા નથી, તમે દરેક પ્રોમ્પ્ટ (ચિત્ર) માટે 1 થી વધુ વાર્તા / કવિતા લખી શકો છો.

6.   સ્પર્ધા માટે સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને તમામ સહભાગીઓ માટે બંધનકર્તા રહેશે

7.   સ્પર્ધા માટે લેખ / નિબંધો સ્વીકાર્ય નથી.


ઇનામો:

1.   દરેક ભાષામાં ટોચની ત્રણ વિજેતાઓએ સ્ટોરી મિરરનું સોનું, રજત અને કાંસ્યનું સભ્યપદ મળશે (http://sm-s.in/AG1SQZ2)

2.   જે સ્પર્ધકો દરેક પ્રોમ્પ્ટ પર 31 દિવસ સુધી દરરોજ લખે છે, તેમને રૂ .1500ની કિંમતનો "ફિકશન રાઇટિંગ કોર્સ - ફાઉન્ડેશન" નિ:શુલ્ક મળશે.

3.   15 અથવા વધુ પ્રોમ્પ્ટ પર વાર્તા / કવિતાઓ સબમિટ કરનારા બધા ભાગ રૂ 150ની સ્ટોરી મિરર શોપ વાઉચર મળશે.

4.   બધા સ્પર્ધકને સ્ટોરીમિરરથી ભાગ લેવા બદલનું ફરજીયાત પ્રમાણપત્રો પ્રાપ્ત થશે.

5.   વિજેતાઓની પસંદગી સંપાદકીય સ્કોર્સ, લાઈકની સંખ્યા, રેટિંગ્સ અને તેમની બધી સામગ્રી પરની કોમેન્ટના આધારે નિર્ણય લેવામાં આવશે.


પાત્રતા:

લેખન સંકેતો 1 મે, 2020 થી 1 જૂન, 2020 સુધી ચાલશે


પરિણામ: જુલાઈ 2020

ભાષાઓ: અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળ

સામગ્રી પ્રકાર: કવિતાઓ / વાર્તાઓ

સંપર્ક વ્યક્તિ: neha@storymirror.com

સંપર્ક નંબર - +91 8452804735

ગુજરાતી માટે : vishnu@storymirror.com

સંપર્ક : ૯૭૨૩૧ ૮૫૬૦૩