Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#52 Week Writing Challenge - 2022 (Edition 5)

SEE WINNERS

Share with friends

સમજુતી :

કેટલાક લોકોને લખવાનું શરુ કરવામાં એક ડર હોય છે, કે લેખનકાર્યમાં સાચી જોડણી, નિયમબદ્ધ વ્યાકરણ, કલાત્મક પ્રસ્તુતિ વગેરે બાબતોને લઈને વાચકો તેમની ભૂલ તો નહિ કાઢેને ? તમને નાનકડા એવા એક સુંદર વિચારથી કંઇક લખવાનું મન થાય છે, પણ જયારે તમે તેને ભાષાના નિયમો મુજબ આલેખવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તમને એ કામ માથાના દુખાવા જેવું લાગે છે.


આપની આ લેખન ક્ષમતાને દ્રઢ કરવા સ્ટોરીમિરર આપ સૌને ‘’52 વીક રાઈટિંગ ચેલેન્જ – 2022’’ની પાંચમી સીઝનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે. આ સ્પર્ધા તમારી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહિત કરશે અને તમારી લેખન ક્ષમતાને એક નવી ઉંચાઈ પર લઇ જશે.

 

આ સ્પર્ધામાં નવું શું છે ?

લેખકે દર અઠવાડિયે જ તે ટોપિક માટે રચના સબમિટ કરવાની રહેશે. આ સ્પર્ધાની રસપ્રદ વાત એ છે કે દર અઠવાડિયે લેખન માટેનો ટોપિક અમારા સ્પર્ધકો દ્વારા જ નક્કી કરવામાં આવશે. અમે દર અઠવાડિયે નવા ટોપિક માટે આપ સૌ સ્પર્ધકોને એક મેઈલ કરીશું, જેના જવાબમાં આપ સૌ આપના તરફથી સુંદર ટોપિક અમને સૂચવી શકશો. અમે આપ સૌ તરફથી મળેલા સુંદર ટોપિક્સમાંથી શ્રેષ્ઠ ટોપિક્સ જુદા તારવીશું અને તેને ‘’52 વીક રાઈટિંગ ચેલેન્જ – 2022’’ માટેના ટોપિક્સ તરીકે પ્રસ્તુત કરીશું.


નોંધ : કવિતા અને વાર્તા માટેના ટોપિક્સ અલગ અલગ રહેશે.


લેખન માટેના ટોપિક્સ:

1.વાર્તા : તમારી વર્ષ ૨૦૨૧ની જીવન સફર પર એક વાર્તા લખો.

1.કવિતા : તમારી વર્ષ ૨૦૨૧ની જીવન સફર પર એક વાર્તા લખો. 

2.વાર્તા : એક ગરીબ યુવાન કે યુવતીના જીવનમા આવતા અણધાર્યા નસીબ પરિવર્તન પર એક વાર્તા લખો.

2. કવિતા : શિયાળાની સાંજના તમારા અનુભવ પર કવિતા લખો.

3 'કોરોના' ક્યારેય આવ્યોજ નથી એવા સ્વપ્ન પર વાર્તા લખો

3 વીતેલા શાળા સમય પર એક બાળકની પ્રતિક્રિયા

4 રાષ્ટ્રીય આપત્તિ પર આધારિત એવી વાર્તા લખો કે જેમાં વ્ચક્તિ એક `કુદરતી દુર્ઘટનાનો ભોગ બની અને મહામુસીબતે ઘરે પાછી આવી શકી. અને ત્યારે વ્યક્તિને કુદરતની કઠોર અને વાસ્તવિક શક્તિનો સાક્ષાત્કાર થયો.

4 વર્તમાન મહામારીના સમયમાં પ્રેમ અને કરુણા જેવા માનવીય ગુણોને થયેલા નુકસાન પર એક કવિતા લખો

5 છૂટાછેડા અથવા પ્રેમભંગના વિષય પર એક વાર્તા લખો.(આમ થવા માટેના વાસ્તવિક કારણોનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કરો)

5 બાળપણની છૂટી ગયેલી દોસ્તી પર એક કવિતા લખો (ભૌતિક જીવનના ભાગદોડના સંદર્ભમાં)

6. વાર્તા : એક માણસ સવારે ઉઠે છે, અને તેને એક એવો મેઈલ આવે છે કે તેની જીંદગી બદલાઈ જાય છે.

6. કવિતા: પાંજરામાં પુરાયેલા એક પક્ષીની વ્યથા 

7. વાર્તા : તમારા જીવનમાં બનેલી એવી એક ઘટના કે જેણે તમને સંપૂર્ણપણે બદલી નાખ્યા. પરિવર્તન બે રીતે થઈ શકે છે સારી વ્યક્તિમાં પરિવર્તન અથવા ખરાબ વ્યક્તિમાં પરિવર્તન.

7. કવિતા: શિયાળાના માવઠા (વરસાદ) પર કવિતા 

8. વાર્તા : કૂતરાનો માલિક કૂતરાને ખુબ પ્રેમ કરે છે, પણ સંજોગો વસાત એ કૂતરો પોતાના માલિકનો વિશ્વાસ ગુમાવે છે, કૂતરો તેના માલિક પ્રત્યે તેની વફાદારી કેવી સાબિત કરશે ? તેના પર એક વાર્તા લખો

8.કવિતા: સૂર્યોદય અથવા સૂર્યાસ્તનું સુંદર વર્ણન કરતી કવિતા લખો. 

9. વાર્તા : એક માતા પોતાની કુશળતાથી પોતાના સંતાનને જીવનનો બોધપાઠ કેવી રીતે શીખવે છે તે પર એક વાર્તા લાખો.

9. કવિતા: આ સુંદર વિશ્વની સફર કરવા નીકળેલી એક છોકરી પર કવિતા લાખો. 

10. વાર્તા : બે શ્રેષ્ઠ મિત્રોની મિત્રતા પર એક વાર્તા લખો, જેમાં ઘણી ગેરસમજ થવા છતાં તેઓ તમામ મુસીબતોમાંથી પાર ઉતરી પોતાની દોસ્તી સલામત રાખે છે.

10.કવિતા: આવનારા નવા વર્ષ માટે તમારી અપેક્ષાઓ અને અભિલાષાઓ પર કવિતા લખો.

11. વાર્તા : એક ગરીબ છોકરો/છોકરી એક નાના બાળકને મદદ કરે છે, જેના ફળ સ્વરૂપ તેને અદ્ભુત ઈનામ મળે છે

11. કવિતા: આપના જીવનની સૌથી અગત્યની વ્યક્તિ પર એક કવિતા લાખો. 

12. વાર્તા : બાળપણથી જ લખવાનું શરુ કરીને અંતે મહાન લેખક બનનાર એક લેખક પાત્ર પર વાર્તા લખો.

 12. કવિતા: બહુવિધ લાગણીઓ અનુભવતી એક લાગણીશીલ વ્યક્તિ પર કવિતા લાખો.

13. વાર્તા : કેવી રીતે એક છોકરો/છોકરી એક માહિતીપ્રદ પુસ્તક વાંચીને જ્ઞાની બને છે, જેને જોઇને તેના માતા-પિતાને ગર્વ થાય છે

13. કવિતા: તમે મુલકાત કરેલ એક સુંદર સ્થળ વિષે કવિતા લખો.

14. વાર્તા : એક બાળક બીમાર પડે છે ત્યારે તેની માતા તેની કેવી કાળજી લે છે, અને બીમારીઓ વિષે સમજાવે છે.

14.કવિતા: ગીત સંગીતથી પ્રેરીત એક કવિતા લખો

.15. વાર્તા : પોતાના સંતાનની જમવાની કાળજી લેતી એક માતા પર એક કવિતા લખો.

15. કવિતા: માણસની પ્રમાણિકતા પર એક કવિતા લખો. 

16. વાર્તા : એક બાળકનું ડિઝનીલેન્ડમાં વેકેશન ગળવાનું પોતાનું સ્વપ્ન સાકાર થવા પર વાર્તા લખો.

16. કવિતા: કોઈ એક રંગની આસપાસ રચાતી કવિતા લાખો. 

17. વાર્તા : એક છોકરા/છોકરીએ અનુભવેલી સૌથી ડરામણી ઘટના પર વાર્તા લાખો.

17. કવિતા: દયા અથવા કરુણાના ઉત્તમકાર્યને બિરદાવતી એક કવિતા લખો. 

18. વાર્તા : દરેકને હંમેશા મદદ કરનારી એક પરી, એકવાર જાતે મોટી મુસીબતમાં મુકાઇ જાય છે.

18. કવિતા: ચાંદ (ચંદ્ર) પર એક કવિતા લખો. 

19. વાર્તા : જોડિયા ભાઈઓ/બહેનો એક મુસીબતમાં ફસાઈ જાય છે, પણ બાદમાં તેમને એહસાસ થાય છે કે આજ તો એમનું સ્વપ્ન હતો.

19. કવિતા: એક મુર્ખ બાળકને પોતાની ભારે પડેલી એક મુર્ખામી પર કવિતા લખો. 

20. વાર્તા : એક અમીર છોકરી પર વાર્તા લખો જેને પોતાની સંપત્તિ પર અભિમાન હતું, પણ સમય જતાં તેને સમજાયું કે પૈસા જ સર્વસ્વ નથી.

20. કવિતા: તમારા ભાવતા ભોજન (મનગમતી વાનગી) પર કવિતા લખો. 

21. વાર્તા : એક આળસુ છોકરા/છોકરી પર વાર્તા લખો.

21. કવિતા: બે ભાઈઓ/બહેનોની પરસ્પરની લાગણી પર કવિતા લખો. 

22. વાર્તા : એક સાહસિક અને જિજ્ઞાસુ છોકરા/છોકરી પર વાર્તા લાખો .

22. કવિતા : અંતરીક્ષ અને તારાઓ પર કવિતા લખો.



નિયમો :

1. સ્પર્ધકે 52 અઠવાડિયા સુધી 52 વાર્તાઓ અથવા  52 કવિતાઓ સબમિટ કરવાની રહેશે. એટલેકે દર અઠવાડિયે તમે પસંદ કરેલી શ્રેણીમાં એક વાર્તા અથવા ૧ કવિતા લખવાની રહેશે.

2. ઉદાહરણ તરીકે, જો તમે જાન્યુઆરી 2022ના ત્રીજા અઠવાડિયાથી તમારું લેખન શરૂ કરી રહ્યાં છો, તો તમારે જાન્યુઆરી 2023ના ત્રીજા અઠવાડિયા સુધીમાં નિયમિત 52 રચનાઓ સબમિટ કરવાની રહેશે.

3. સ્પર્ધક ઈચ્છે તો વાર્તા અને કવિતા એમ બંનેમાંથી કોઈ એક શ્રેણીમાં અથવા બંને શ્રેણીમાં ભાગ લઇ શકે છે. પણ આપ જે શ્રેણી પસંદ કરો તેમાં 52 વાર્તા અથવા કવિતા રચનાઓ પૂરી કરવાની છે. (મતલબ 52 રચનાઓમાં અડધી વાર્તાઓ અને અડધી કવિતાઓ એમ સ્વીકાર્ય રહેશે નહિ.)

4. એક વખત આ સ્પર્ધામાં પહેલી રચના મુકીને શરુ કર્યા બાદ પછીના કોઈ અઠવાડિયે બ્રેક પડવો જોઈએ નહિ, જો એમ થશે તો સ્પર્ધક સ્પર્ધા માટે ગેરલાયક ઠરશે.

5. આ સ્પર્ધા અલગ અલગ 4 સ્તરમાં (પડાવમાં) વહેચાયેલી રહેશે.


- 13 અઠવાડિયાનો પડાવ

- 26 અઠવાડિયાનો પડાવ

- 39 અઠવાડિયાનો પડાવ


જે તે પડાવ માટે લાયક ઠરવા માટે જે તે પડાવનો પડકાર પૂરો કરવાનો રહેશે.

6. વિજેતાઓની પસંદગી તેમની રચનાઓના વાચકોની સંખ્યા, તેમને મળેલા લાઈકની સંખ્યા અને સંપાદક તરફથી મળેલા સંપાદકીય સ્કોરની સંખ્યાને આધારે કરવામાં આવશે. આ સ્કોર તમામ 52 રચનાઓ માટેનો સંકલિત સ્કોર રહેશે.

7. સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને સૌ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે.

8. સ્પર્ધામાં ભાગ લેવા માટેની કોઈ ફી રાખેલ નથી.


ઇનામો :

1. દરેક ભાષામાંથી 2 વિજેતાઓ (1 વાર્તા અને 1 કવિતા) ને સ્ટોરીમિરર તરફથી પોતાની પેપરબુક (ફીજીકલ પુસ્તક) પ્રકાશિત કરવાની તક મળશે.


2. 13 અઠવાડિયાનો પડાવ પાર કરવા પર ડિજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. (1/4th of the journey)


3. 26 અઠવાડિયાનો પડાવ એટલે કે ½ સફર પાર કરવા પર રૂ. 100/- મૂલ્યનું સ્ટોરીમિરરશોપ વાઉચર આપવામાં આવશે.

4. 39 અઠવાડિયાનો પડાવ એટલે કે 3/4 સફર પાર કરવા પર રૂ. 200/- મૂલ્યનું સ્ટોરીમિરર શોપ વાઉચર આપવામાં આવશે.


5. 52 અઠવાડિયાનો પડાવ પાર કરવા પર સ્ટોરીમિરર દ્વારા આપની ઈ-બુક પ્રકાશિત કરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.


ભાષાઓ :

આપ આપની રચનાઓ એક અથવા એક કરતાં વધારે ભાષાઓમાં પણ સબમિટ કરી શકો છો : જેમકે, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા


નોંધ : જો આપ એક કરતાં વધારે ભાષાઓમાં ભાગ લો છો, તો વિજેતા થવા માટે આપે દરેક ભાષામાં અલગથી 52 અઠવાડિયા મુજબ 52 રચનાઓ પૂરી કરવાની રહેશે.



સમયગાળો :  – જાન્યુઆરી 1, 2022, થી  એપ્રિલ  15,


ભાગ લેવાની અંતિમ તારીખ  – એપ્રિલ 30, 2022


પરિણામ  – જૂન 2023


સંપર્ક :

ઈમેઈલ : vishnu@storymirror.com


મોબાઈલ નંબર : +91 97231 85603