Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Others

2  

Manisha Joban Desai

Others

લાગણીનાં નિર્ણયો

લાગણીનાં નિર્ણયો

1 min
7.1K


નિશ્ચિત અને દુર્વાનો રોજ રાતે બાલ્કનીમાં બેસી કોફી પીવાનો  નિયમ. સુખી દામ્પત્યનાં પાંત્રીસ વરસ અને ધીરે  ધીરે સેટલ  થઈ રહેલા બે દીકરાઓ   સાથે નાનકડા બંગલામાં રહે. દુર્વા કહે, "હવે દોડાદોડ કરવા કરતાં રીટાયર થઈને આરામ કર."

નિશ્ચિત કહે, "નેક્સ્ટ યર વિચારી લઉં. આ વરસે તો આપણું ભારતયાત્રા ફરવાનું પ્લાનીંગ થઈ ગયું છે અને એડવાન્સ પૈસા પણ ભરી દીધા છે. અને ગામનું ઘર સેલ થયું છે તે મારો વર્ષોનો એક શોખ છે નાની આયુર્વેદિક સ્કુલ શરૂ કરવાનો. અમારા ગામમાં તો એવી કોઈ સગવડ નથી."

એટલામાં નાના દીકરા ઉત્કંઠે આવી કહ્યું, "ડેડી મારે થોડી વાતો કરવી છે. સાથે ભણતી ગર્લફ્રેન્ડ ક્રીશીતા સાથે હું મેરેજ કરવાનો છું. તમને તો ખબર છે, એ લોકો તો એકદમ લક્ઝરીથી રહેવા ટેવાયેલા  છે. એને અહીં રહેવાનું ફાવશે નહિ. અમે ફ્લેટ પણ નક્કી કરી આવ્યા છે. મારે એમાં પૈસા ભરવાના છે. બાકીની લોન લેવી પડશે."

એટલે કહ્યું નિશ્ચયે, "હા.. હા.. વાંધો નહિ. પણ દીકરા અત્યારે આટલો વધુ પડતો ખર્ચ જરૂરી છે?"

પણ આખરે, નિશ્ચયનાં ઘરનાં પૈસા, આયુવેદીક સ્કૂલ અને ભારત દર્શનનું સપનું તો દીકરાનાં સપનામાં ટ્રાન્સફર થઈ ગયા. દુર્વા કહે, "આપણી સાથે રહેવું નહિ ફાવે, આપણાં પૈસા ફાવે.." અને નિશ્ચય કહે, "અરે, શું તું પણ મારે તો હજી પાંચ વરસ બાકી છે, આમ નવરા નવરા બેસી રહેવાનું ફાવે નહિ. લોન પણ ભરાઈ જશે."

દુર્વા ભીની આંખે બોલી, "બસ, રહેવા દે તું અને આ તારા આ લાગણીનાં નિર્ણયો..."


Rate this content
Log in