શબ્દોનું બીજ
શબ્દોનું બીજ
1 min
1.2K
કાગળમાં વાવ્યું આજ શબ્દોનું બીજ
મેહ ખાંગા વરસશે દુઆ ઓ જાણે વીજ
અધર તારા પીવા જાણે જન્મોની પ્યાસ
તું હું એવા મળીએ ને પુરાય ના કદી વ્યાસ
ખુમારીનો ખળભળાટ જાણે વાણી બનતી વેદ
કીકી બની તારી નજરોમાં થઈ જાઉં કેદ
શૂન્યમાંથી પૂર્ણ બની એવો આ અહેસાસ
કુંપળના ક્યારા થયા એવો આ આભાસ
કૃપા કેટલી સાહસિક દુનિયા સામે છેડે જંગ
જાત સામે જાતી હારી એવો તારો સંગ..