Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Bha Gadhvi

Others

0.3  

Dharmik Bha Gadhvi

Others

-નવરા અને આળસુંનું સપાખરું-

-નવરા અને આળસુંનું સપાખરું-

1 min
7.1K

ખૂણે કટાણે જાગતા સદા ઉઠતા બગાસા ખાતા

ઊભા થાતા થાતા ઘણા મરોડના અંગ

પાથરી પંડ પથારી માંગતા પીવાને પાણી

વાણી એના તણી લાગે સાંભળતા વ્યંગ

દાતણને કરે નહીં દાદરા ચડતા દાદ

લાડના ઘૂઘરા થાતા કામ નહીં લેશ

આભલે દીઠતા સદા ઉખાડે ગૂંમડા આખા

કાંસકા કરમાં ધરી ગોઠવતા કેશ

પગમાં આટીયું વાળી મુખમાં ચાવતાં પાન

હોડ લગાવતા સદા હજામની હાટ

ચોળતા હાથમાં માવા માંગતા અડધી ચાને

વિકટ આવતા જોતા ભેરૂ તણી વાટ

તણખા તોડતા સદા પડખા ફરતા તથા

મછરા મારતા બધા હણતાતા માખ

ભાગતા કામને દેખી આવતા મફત ભાળી

લેશ નહી રાખો એવા મિત મળે લાખ

Rate this content
Log in

More gujarati poem from Dharmik Bha Gadhvi