Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayank Oza

Others

2  

Mayank Oza

Others

છું હોં !

છું હોં !

1 min
6.8K


બહારથી સાવ હું અલગ છું હોં !
ભીતરે હુંય એક ઠગ છું હોં !

મહેંક અત્તરની છે, નથી મારી,
વાસનાનો સડેલ ઢગ છું હોં !

હા, કદી પીગળ્યો છું મારામાં, 
આમ પર્વત સમો અડગ છું હોં !

તારી દુનિયા તને મુબારક હો,
હું ય મારામાં એક જગ છું હોં !

પાપ ને પુણ્ય બેય મારામાં,
હું નરક છું ને હું સરગ છું હોં !

જોઈ આકાશ બીક લાગે છે,
પાંજરામા પૂરેલ ખગ છું હોં !


Rate this content
Log in