હું ઊભો છું તું ઊભી છે
હું ઊભો છું તું ઊભી છે
1 min
13.6K
ફૂલ અને શમણાંની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે,
વરસો'ને હમણાંની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.
આભ અને આ ધરતી વચ્ચે, ઓટ અને આ ભરતી વચ્ચે,
બમણાં'ને તમણાંની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.
ઝાકળ'ને તડકાની વચ્ચે, વ્હાલ અને છણકાની વચ્ચે,
શ્વાસોની રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.
મૂળ અને આ ફળની વચ્ચે, યુગ અને આ પળની વચ્ચે,
જીવતરની ભ્રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.
શબ્દ અને આ સૂરની વચ્ચે, કાંઠા'ને
આ પૂરની વચ્ચે,
નહિવત અને ઘણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.