Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Vinzuda

Others

2  

Bharat Vinzuda

Others

મુક્તક

મુક્તક

2 mins
7.1K


૧)

સાવ બેઠો છું કોઈ કામ નથી,

આવ, બેઠો છું કોઈ કામ નથી!

ગૂંચવાયેલી લટને સૂલઝાવું,

લાવ, બેઠો છું કોઈ કામ નથી!

૨)

સાવ આપીને સાવ લઈ લે છે,

દાવ આપીને દાવ લઈ લે છે!

એક મહોબતનું યુધ્ધ ચાલે છે,

ઘાવ આપીને ઘાવ લઈ લે છે!

૩)

ડાબી બાજું ઝૂકીને સૂતો છું,

અરધું બિસ્તર ચૂકીને સૂતો છું!

તું નથી તો હું બેઉ તકિયા પર,

એક માથું મૂકીને સૂતો છું!

૪)

તારા ચુંબન ભૂંસી નથી શકતો,

હોઠ મારા ચૂસી નથી શકતો!

મારા ઘરમાં તું બેઠી છે તેથી,

તારા ઘરમાં ઘૂસી નથી શકતો!

૫)

આ પવનને વાયરો ગણવો પડે,

તારા કક્કાને ખરો ગણવો પડે!

તું  કહે તો હોય છે એ ટેકરી,

ને  કહે  તો  ડુંગરો ગણવો પડે!

૬)

સદા સર્વદા સાંપડો તો મળો,

મળીને જુદાં ના પડો તો મળો!

જવું હોય તો આવવું પણ નહીં,

અને આવીને પણ અડો તો મળો!

૭)

એક અક્ષર ન પાડવા દે છે,

શબ્દ લગ ક્યાં પહોંચવા દે છે!

કંઈ લખે નહીં કે કંઈ લખાવે નહીં,

કોરી પાટી જ વાંચવા દે છે!

૮)

ક્યાંક તારામાં છૂપાવી લે મને,

આ બધામાંથી બચાવી લે મને!

કોઈ પગ પકડીને ખેંચે એ પ્રથમ,

હાથ ઝાલીને ઊઠાવી લે મને!

૯)

આ પ્રેમમાં વિયોગ અને હું મરી ગયો,

કરવા ગયો પ્રયોગ અને હું મરી ગયો!

કારણમાં કંઈક બીજું હતું, હું હતો નહીં,

નખમાં ય નો'તો રોગ અને હું મરી ગયો!

૧૦)

એના ભીતરમાં આગ લાગી છે,

એટલે ઘરમાં આગ લાગી છે!

એને ઠારી શકાય એમ નથી,

છેક બિસ્તરમાં આગ લાગી છે!

 

 

 


Rate this content
Log in