Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

કવિતા વગર

કવિતા વગર

1 min
13K


આવેગમાં વિરામ, કવિતા વગર નથી,
આવો સરસ મુકામ, કવિતા વગર નથી.

તારા વદનની દાદ છે બીજે તો ક્યાં લખું?
કાગળ ઉપર સલામ, કવિતા વગર નથી.

ઠેબે ચડાવતી રહી દુનિયા ફકીરને,
દીવાનગીનાં દામ, કવિતા વગર નથી.

વાચ્યાર્થ ખોઈ ને હવે લ્યો ખુશખુશાલ છે,
શબ્દોને આ ઈનામ, કવિતા વગર નથી.

તમને અનુસરું નહીં તો માફ બસ કરો,
હું કોઈનો ગુલામ, કવિતા વગર નથી.


Rate this content
Log in