શોધતો રહ્યો
શોધતો રહ્યો
સફરમાં હતો તો પણ હમસફર શોધતો રહ્યો,
તારા શહેરમાં આવી હું તારું ઘર શોધતો રહ્યો.
તારી ખ્વાહીશો નીચે દબાયો હતો હું એટલો,
કે તારા પગલાં નીચે મારી કબર શોધતો રહ્યો.
તારી સાથે જોડાવાની એવી તો ચાહના હતી,
તારા નામમાં મારા નામના અક્ષર શોધતો રહ્યો.
તું નસીબ બનીને આવશે એવી મેં ધારણા કરી,
ધારણા અને હકીકત વચ્ચેનું અંતર શોધતો રહ્યો.
તું તો દિલમાં જરા ટકોર મારી ચાલી ગઈ પાછી,
પણ હું તો તને મારા હ્રદયની અંદર શોધતો રહ્યો.
તું આવતી જે દિશામાંથી તેને નમન કરું છું હજી,
ત્યાથી તારા પસાર થવાની અસર શોધતો રહ્યો.
દુનિયાનો કોઈ માર્ગ મને રોકી નહોતો શકતો પણ,
તારી આંખોમાં ઠોકરોથી ભરેલી ડગર શોધતો રહ્યો.
ખુદા પણ પ્રકટ થયા હતા મારી એક મન્નત પર,
ખ્વાહીશ માંગવા આજે એ જ અંબર શોધતો રહ્યો.
તારી ચાહત નીચે દબાતો રહ્યો હું હું એટલો કે,
હું તારા પગલાં નીચે મારી કબર શોધતો રહ્યો.