Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

4  

Gaurang Thaker

Others

થઇ જાંઉ?

થઇ જાંઉ?

1 min
13.7K


તમને મોંઢે કહી બુરો થઇ જાંઉ?
કે હું ચુપ રહીને લાડકો થઇ જાંઉ?

ખૂબ જૂનો થઇ ગયો છું હું,
તમને અડકી હવે નવો થઇ જાંઉ.

આમનો, એમનો બધાનો છું,
થાય છે આજે આપનો થઇ જાંઉ.

દોસ્ત વરસાદ ના પડે તો શું?
હું તો તડકે જઇ ભીનો થઇ જાંઉ.

મન વગરનું આ બેસવા કરતાં,
મન બધેથી લઇ ઉભો થઇ જાંઉ.

એક ઇચ્છા છે આવતા જન્મે,
વાલિયાનો હું રાફડો થઇ જાંઉ.


Rate this content
Log in