Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

2  

Pramod Mevada

Others

તૂટ્યા છે

તૂટ્યા છે

1 min
1.3K


લાગણી જેની નિર્દોષ હોય તે જ હમેશાં તૂટ્યા છે,
જ્યારે કંઈક કહેવું હોય ત્યારે જ શબ્દો ખૂટયા છે.
 
મધદરિયે પ્રવર્તતી ભલે હો આણ તેમ છતાંય એ,
છીછરા કિનારે પહોંચી રેતમાં વહાણ ખુંપ્યા છે.
 
હ્ર્દયની નજીક સહુ કોઈ આસાનીથી આવ્યા ને,
અચાનક જ અણગમતી ક્ષણે જ અમને લૂંટયા છે.
 
સ્વપ્નો કૈક સાતમા આસમાનનાં હથેળીએ દીધા,
છતાંય પળમાં પડી ભોંય પર કિસ્મતને કુટ્યા છે.
 
લીધી છે ફરી મહોલત શ્વાસોની થોડીક ઉધાર અમે,
અલગારી સાથ અહીં કાંઆઈ કેટલાના રોજ છૂટ્યા છે.
 


Rate this content
Log in