Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankit Gorasiya

Others

3  

Ankit Gorasiya

Others

આવીને મળ વરસાદમાં

આવીને મળ વરસાદમાં

1 min
7.1K


એ મારા આભ
તું ક્યારેક તો મારી સાથે પલળ વરસાદમાં
ક્યારેક તો તું મને આવીને મળ વરસાદમાં

ભીની માટીની મહેક એટલે
બુંદો સાથે લપસી ગયેલું તારું અત્તર
હૈયે મહેક અનેક એટલે
તને જોઈને લપસી ગયેલું મારુ અંતર

લપસું તો પણ જકડી રાખે
આ તું કેવી લઈને આવે છે સાંકળ વરસાદમાં

એ મારા આભ
તું ક્યારેક તો મારી સાથે પલળ વરસાદમાં
હવે એમને કોણ બચાવશે
જે વગર પાણીએ ડૂબી રહ્યા છે
જોઈને તારા ગાલ પર
તણાઇ આવતું કાજળ વરસાદમાં
હું શું કરું? ડૂબી જાવ કે ડૂબી જાવ?
કે પછી ડૂબી જ જાવ?
નિહાળીને પલળતું વાદળ વરસાદમાં

એ મારા આભ
તું ક્યારેક તો મારી સાથે પલળ વરસાદમાં
મેઘધનુષ્ય પર વરસાદ વરસે આ વળી કેવું?
વરસાદ આખી મૌસમને સ્પર્શે, આ વળી કેવું?
તને અડવા વરસાદ પણ તરસે, આ વળી કેવું?
હવે આ દિલના દુષ્કાળને પણ
તું સાંભળ વરસાદમાં
‘અંકિત’ મને આવીને મળ વરસાદમાં
બીજું કશું ક્યાં માંગુ છું?
સિવાય કે

એ મારા આભ
તું ક્યારેક તો મારી સાથે પલળ વરસાદમાં
ક્યારેક તો તું મને આવીને મળ વરસાદમાં


Rate this content
Log in