Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

4  

Gaurang Thaker

Others

રાખે છે!

રાખે છે!

1 min
14.3K


કોઇ પાકીટમાં છુટ્ટા રાખે છે!
જાણે ખીસ્સામાં દુઆ રાખે છે!

તું વહીવટની કળા રાખે છે!
થોડા માણસને ભલા રાખે છે!

એક સરખા જ દીવા સૌને દઇ,
કેમ અજવાળા જુદા રાખે છે?

જાતને એમ અહીં શણગારે,
જાણે દર્પણમાં પૂજા રાખે છે!

તર-બ-તર આ બધું એમ જ ક્યાં છે?
કોઈ આઘે થી ભીના રાખે છે!

રાતભર જાગીને ડાળી ઉપર,
ફૂલ ઝાકળની જગા રાખે છે!


Rate this content
Log in