Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શિખડાવ્યું
શિખડાવ્યું
★★★★★

© Ankit Gorasiya

Others

1 Minutes   7.0K    4


Content Ranking

તે જીવતા શિખડાવ્યું, તે જ મરતા પણ શિખડાવ્યું,
તે તૂટતાં શિખડાવ્યું, તે પ્રેમ કરતાં પણ શિખડાવ્યું.

હું તો તારા આ શહેરમાં નવો નવો મુસાફર હતો,
તે જ તો તારા ઘર પાસે નીકળતા પણ શિખડાવ્યું.

તે જ સળગાવ્યા દિપ મિલનના, બુઝાવ્યાં પણ તે,
તે જ અંધારું કર્યું અને તે જ બળતા પણ શિખડાવ્યું.

તે જ મારી હસ્તરેખાઓને અધવચ્ચેથી તોડી નાખી,
તે તારી હથેળીનાં વણાંકમાં વળતાં પણ શિખડાવ્યું.

તે જ પ્રાણ ફૂંકયા શબ્દોમાં,કલાને જીવંત પણ કરી,
તે લખતા શિખડાવ્યું, તે જ ભૂંસતા પણ શિખડાવ્યું.

તે વહાવ્યા ઝરણાં આંખોમાથી,તે જ પાડ્યો દુષ્કાળ,તે જ તરસતા શિખડાવ્યું,તે વરસતા પણ શિખડાવ્યું.

તે સાચવી મારી ગઝલ, તે જ સળગાવ્યા બધા પત્ર,
તે જ તોડ્યા સંબંધ, તે જ ફરી મળતા પણ શિખડાવ્યું.

તે જ બાગમાં સુગંધ ભરી, તે જ ફેલાવી રમઝટ બધી,
ખીલ્યો પણ તારા લીધે, તે જ ઢળતા પણ શિખડાવ્યું.

તે જ ગગનમા ચઢાવ્યો, ખર્યો પણ તારા માટે “અંકિત”,
તે પડતાં પણ શિખડાવ્યું, તે ઝળહળતા પણ શિખડાવ્યું.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..