કૃષ્ણની વેદના
કૃષ્ણની વેદના
1 min
7K
મીરાંનું દર્દ મને આપો ઉધાર...
મારું મોરપીંછ બદલામાં રાખો...
ગોકુળ, મથુરા ને વૃંદાવન આખું યે;
સઘળું મેવાડ કરી આપો...
કોઈ મીરાંનું દર્દ મને આપો...
ઘૂંઘટ ઓઢીને મીરાં સગપણનાં સેતુએ,
પરણી ગઈ રાણાની સાથે
મેરે તો ગિરધર ગોપાલ ગાય મધરાતે
જગની મોકાણ લીધી માથે
સાધુઓ સંગ મીરાં હેલે ચઢી છે
કહે, 'માધવની પ્રીત મારી ચાખો'
કોઈ મીરાંનું દર્દ મને આપો...
બદનામી, કાવતરાં, હડસેલાં ઓઢીને,
શાને રટે છે મારું નામ તું,
સોળહજાર રાણીઓનો એકલો હું સ્વામી,
ને તોય મન તારામાં ભમતું
એકવાર મીરાંની આંખોમાં ઊતરી ને...
પીવા દો દિલનો ઝુરાપો...
કોઈ મીરાંનું દર્દ મને આપો...