Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Prakash B Dave

Others

3  

Dr Prakash B Dave

Others

બા વગરનો પ્રથમ દિવસ

બા વગરનો પ્રથમ દિવસ

1 min
6.8K


ઘરવખરી ગોઠવતી પત્નીને
ક્યાંક કશુંક ખૂટતું લાગે છે!
 
મૂન્નો 'ખાધું પીધુંને રાજ કર્યું' -
પહેલાં અટકી પડેલી કોઈ વાર્તા
શોધ્યા કરે છે અહીંતહીંથી.
 
મેં જ મુકેલી બોલપેન ન મળતાં
હું ગુસ્સે થાઉં છું
પત્ની પર!
હિસાબની ડાયરીમાં આજે જાવક જ જાવક છે.
 
ડેલી ખોલતાં જ
દૂધવાળાના 'આજે તમે કેમ સાહેબ?'
પ્રશ્નનો ઉત્તર
ધ્રૂજતી તપેલી ભેગો ઢોળાઈ જાય છે!
 
ખાલીપાથી ભરાઈ ગયેલા ઘરમાં
બાના ચાર શબ્દો
પડઘાયા કરે છે સતત...
 
ભાઈ આજે ઠીક નથી?
ભાઈ આજે ઠીક નથી?
ભાઈ!


Rate this content
Log in