જિંદગી
જિંદગી
1 min
13.5K
તારા સ્પર્શનાં ગુણ તને પણ નહીં ખબર હોય,
તું અડી લે તો ઊઠી જાઉં, ભલેને એ કબર હોય.
તારાં હાથમાં ધરતી, મારાં હાથમાં અંબર હોય,
ને પછી તો ફક્ત ક્ષિતિજે પ્રણયની નજર હોય.
એ જિંદગી પણ મોતથી ઓછી ન ગણી શકું;
જે જિંદગીની કોઈ પણ ક્ષણ તારાં વગર હોય.
આંખ ઉઠાવીએ અને અચાનક પાંપણ અથડાય,
ચાહું છું કે આપણી વચ્ચે એટલું જ અંતર હોય.
જિંદગી પણ મને ત્યજીને જતાં પહેલાં વિચારશે,
જો મોત સમયે તારો હાથ મારાં હાથ પર હોય.
એથી પણ વિશેષ જીવન શું હોય શકે ‘અંકિત’,
તું જ હોય મંજિલ ને તારી સાથે જ સફર હોય.