પ્રવાસ
પ્રવાસ
1 min
7K
હ્રદયમાં તું છે એટલે દરેક ધબકારે સુવાસ છે,
તને જીવનનું સમાનાર્થી કહેવાના પ્રયાસ છે.
હોય પુનમ આખું જીવન તો પણ શું ફેર પડે,
તું નથી તો જીવનની દરેક ક્ષણ અમાસ છે.
આંખ ઊઘાડું તો નથી હોતી તારી ઉપસ્થિતિ,
આંખ બંધ કરું તો લાગે કે તું આસપાસ છે.
તારી યાદ સિવાય એ કશું જ ગ્રહણ ના કરે,
મારા આ મનને વર્ષોથી એવો ઉપવાસ છે.
બહુ કઠણ નથી રાહ આ જિંદગીની “અંકિત”,
આરંભ તું, અંત તું, તારા સુધી જ પ્રવાસ છે.