હું એક સ્ત્રી છું
હું એક સ્ત્રી છું
1 min
7.0K
હું એક સ્ત્રી છું.
એકદમ લાગણીશીલ
ભાવનાઓથી ભરેલી, હા, ક્યારેક તૂટી પણ જાઉં છું
ગર્વથી ચુર ચુર પણ થાઉં છું
ક્યારેક બેબાકળી પણ થાઉ છું
ઉષ્માભર્યો સ્પર્શ પણ ઝંખુ છું
ક્યારેક મૌન અશ્રુ વહાવું છું
વાત્સલ્યમાં ભીંજાઉં પણ છું
ક્યારેક અકળાઉં પણ છું
કણ કણમાં રોળાઉં પણ છું
ક્યારેક ખુદને જ છેતરું છું
અધીર બની મુંઝાઉં પણ છું
ક્યારેક અતિ લાગણીશીલ બનું
ક્યારેક અવિશ્વાસ પણ અનુભવું
ક્યારેક કોઈકની લાગણી દઝાડે પણ ખરી
હા હું એક સ્ત્રી છું
જીવું છું આત્મબળથી!