હજી પણ છે
હજી પણ છે
વર્ષો પછી તું મળી છે આજે મને,
તારા બધા દિવાના હજી પણ છે.
જરા મારી તરફ તો નજર કરી જો,
દિલના એ મયખાના હજી પણ છે.
તું ક્યારેક ઘરનાં દ્વાર પર દેખાય છે,
ખ્વાબ ઘણા મજાના હજી પણ છે.
સામે ઊભા ને કશું બોલતા નથી,
આપણાં એ જમાના હજી પણ છે.
રાખ કરી તારી બધી યાદો છતાં,
તારા પત્રો સળગવાના હજી પણ છે.
જિંદગી લખું છું,શીર્ષકમાં તારું નામ,
તે ડાયરીમાં થોડા પાનાં હજી પણ છે.
તું શું કહેશે બધાને આપણાં વિશે?
મારી પાસે તો બહાના હજી પણ છે.
અશ્રુ વાટે વહી જાય છે જિંદગી જો,
દિલથી ઘણા તૂટવાના હજી પણ છે.
જો હજી તારી રાહ જુએ છે “અંકિત”,
મૌકા મને સમજવાના હજી પણ છે.