Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitesh Raichura

Others

2  

Hitesh Raichura

Others

મા થવા માટે

મા થવા માટે

1 min
1.3K


નદી જેવી નદીને દીકરી થઈ ભમવું પડે છે..
બાપ પર્વત છે એટલે એને નમવું પડે છે..
 
પ્રસંગો અનેક આવે હસવા ખેલવા કાજે તો,
વયસ્ક પિતાને હસતા રહીને રડવું પડે છે..
 
સ્વચ્છ આકાશ અનેક તારલીયાથી ટમેટમે
ત્યારે કેમ એક સિતારાને આથમવું પડે છે
 
વાનપ્રસ્થ પિતાને તો કદી મા યાદ આવે
દીકરી થૈ દાદી જેમ પિતાને મળવું પડે છે
 
ઉગી નીકળે અંસખ્ય ફૂલો પરિવારની ડાળે
દીકરી નામનાં પુષ્પને બપોરે ખરવું પડે છે
 
જિંદગીભરનો ખાલીપો દીકરીનાં નામે બોલે
ને કઠણ કાળજાના ભડને ડુસકું ભરવું પડે છે
 
જગમાં બધા ’મા’નાં ગુણગાન ગાતા રહે ને
મા થવા માટે દીકરી બની જનમવું પડે છે...


Rate this content
Log in