Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બદલાયું બધું
બદલાયું બધું
★★★★★

© Harsh Bhrambhatt

Others

1 Minutes   13.5K    6


Content Ranking

છે સમજવાનું અમુક, છો હોય દેખાયું બધું
રોજ સમજણ બ્હારનું સમજણમાં વહેંચાયું બધું

રેશમી ઓઢી રજાઈ, મન સરસ સૂતું હતું
એક ઝીણી કાંકરી જ્યાં જોઈ ડહોળાયું બધું

કોઈને ફુરસદ હતી ક્યાં કોઈને કરવા મદદ
પણ તમાશો થઈ ગયો તો ગામ ડોકાયું બધું

ક્રોધમાં ઘરમાં ને ઘરમાં ચાલવાનું જ્યાં થયું
કેટલું ક્યાં ક્યાંથી અથડાયું ને પછડાયું બધું

ગામડે ઓ 'હર્ષ' જયારે જાઉં ત્યારે લાગતું
એ જ એનું એ જ સઘળું, તોય બદલાયું બધું

ક્રોધ ઝઘડા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..