Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ના શકું
ના શકું
★★★★★

© Ankit Gorasiya

Others

1 Minutes   6.9K    12


Content Ranking

એવું કોઈ સ્વપ્ન આપ કે હું જાગી ના શકું,
એવું કોઈ બંધન આપ કે હું ભાગી ના શકું.

દર્દ હશે તો તારી દયા રહેશે સદા મારા પર;
એવું આપ દર્દ કે ક્યારેય હું ત્યાગી ના શકું.

સિતમનો અહેસાસ કરાવવા એવું કર ખુદા,
કે તે ચાહે તો પણ તેને હું માંગી ના શકું.

મોહબ્બતની હોય કદાચ આ અસર દોસ્તો,
કે પહેલા હતો એવો હવે હું લાગી ના શકું.

સિતારા ને ગગન સુધી પહોંચી જઈશ પણ
નિશાન એવું ના આપો કે હું તાગી ના શકું.

ખુલ્લી આંખે દેખાય છે માત્ર ચહેરો કોઈને,
દુઆ માંગજો કે વધુ સમય હું જાગી ના શકું.

મળ્યા છે હજારો સંબંધો ઉધાર આ જગમાં,
કરજ બાકી છે માટે અહીથી હું ભાગી ના શકું.

માન્યું કે ફૂલ છું પણ પાંદડીઓ ધારદાર છે;
એવું ના માનજો કે કોઈને હું વાગી ના શકું.

હવે સમજાયું હ્રદયને પથ્થર કેમ કર્યું “અંકિત”,
કે તેની અંદર તારી છબી હું ભાંગી ના શકુ.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..