Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તું વરસાદી બુંદ
તું વરસાદી બુંદ
★★★★★

© Meera Joshi

Others

1 Minutes   6.7K    6


Content Ranking

હવામાં ઝળૂંબી રહેલા આકાશી ફોરાની રાહ જોતો...
ખેતરે ઊભેલો ચાડિયો...

નાકના ફોયણા ફૂલાવી મહાલતાં બળદો 
માણવા મથતાં વરસાદની ગંધને...
ને માસુકાની ભીની ભીની લટમાંથી ટપકતાં પાણીની જેમ...
વરસી પડી તું વરસાદી બુંદ..

પ્રગટી ઉઠ્યો હતો ઉત્સાહ ધરતીમાંથી..
પણ..
ભીતરે ક્યાંક હતું રમખાણ જેવું...
કોઈક ખેડુંનું ગીત ચૂંથાઈ ગયું હતું...
ઓ વરસાદ... તારી જ અતિવૃષ્ટિમાં...

ઊભેલા ચાડીયામાં શોધે એ ડૂબી ગયેલા સ્વજનને...
મહાલતાં બળદોમાં શોધે એ વહી ગયેલી ઘૂઘરીના રણકારને...
વરસાદ, તારું આવવું...
કૂંપણનું ફૂટવું કે પીડાનું ફૂટવું...?

Rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..