Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimesh Parmar

Others

3  

Nimesh Parmar

Others

હજી લીલાં જ છે

હજી લીલાં જ છે

1 min
13.4K


ગનાં તોરણ હજી લીલાં જ છે,
એટલે સગપણ હજી લીલાં જ છે.

વસવસો કોરાં રહ્યાંનો પી અને,
ક્યારનાં બે જણ હજી લીલાં જ છે.

એક સૂકાઈ ગયેલાં વૃક્ષમાં,
કેટલાં બચપણ હજી લીલાં જ છે!

તે કદી લૂછ્યાં હતાં રૂમાલમાં,
એ તરસનાં ધણ હજી લીલાં જ છે.

જીર્ણ ચાદર થઇ ગયેલાં દેહમાં,
શ્વાસનાં વળગણ હજી લીલાં જ છે.

  નિમેષ પરમાર


Rate this content
Log in