કોઈ પૂછે તો સરનામું આપજે!
કોઈ પૂછે તો સરનામું આપજે!
1 min
6.6K
કોઈ પૂછે તો સરનામું આપજે!
પાંપણને અડકીને બેઠી છે લાગણી,
આંખો મીંચુ તો કહે આવજે;
કોઈ પૂછે તો સરનામું આપજે!
અંધારી રાતોના અજવાળે કાગળમાં;
પીડાનો દીવો પ્રગટાવુ,
ચાતક બનીને કોઈ આવીને બેસે તો,
આંખોથી કાવો પીવડાવું.
દિલને દરવાજે કોઈ મારે ટકોર,
પછી જાતને કહું કે સંભાળજે....
કોઈ પૂછે તો સરનામું આપજે!
એકવાર દર્પણમાં જોતી વેળાએ,
મારી આંખોએ પૂછ્યો સવાલ;
હૈયામાં ધબકીને આંસુમા છલકે આ;
કોની અજાણી ટપાલ?
સરનામા વિનાનો કાગળ બનીને,
હવે ફરતી રહું છું દરવાજે..
કોઈ પૂછે તો સરનામું આપજે!