વાત વાતમાં
વાત વાતમાં
1 min
1.1K
એમ જ હસતી, આંસુ વહાવતી એ વાત વાતમાં,
આંખોમાં અસીમ સાગર વહાવતી વાત વાતમાં.
ધીરજ ધરી'તી ખુબજ એમણે દેખાવમાં,
તોય નજરથી નજર મેળવતી વાત વાતમાં.
એષ્ણા જો ને બસ રહી ગઈ પાંપણોમાં,
તૃષા મારી સદૈવ ન બુઝાવતી વાત વાતમાં.
વેંઢારું છું લાશ મારી મારા જ ખભે રોજ,
અલગારી વ્યથા કોને કહેવાતી વાત વાતમાં.
નિસ્તબ્ધ બની પડી રહી એ અંધારા ખૂણે,
આગિયા પેઠે અંધારે એ ચમકતી વાત વાતમાં.