Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આબરુ કાઢી
આબરુ કાઢી
★★★★★

© Viral Pagal

Others

1 Minutes   6.6K    5


Content Ranking

અમારી પણ તમારી પણ બધાની આબરુ કાઢી,
મજા લઈ પ્રેમમાં તે તો મજાની આબરુ કાઢી.
 
નયનનો છે કવનનો છે અદાનો છે ખુદાનો છે,
ફકત મય પુરતો કઈને નશાની આબરુ કાઢી.
 
ખુદા કાજે લડું છું હું, નથી હું કોઈ આતંકી,
તમે આવું કહીને તો ખુદાની આબરુ કાઢી.
 
એ આવી'તી એ રીતે કે બહારો લાજથી મરશે!
ને એણે ઝુલ્ફ ફેલાવી ઘટાની આબરુ કાઢી!
 
ખભો દિધો તો મુકવા માથું કિન્તુ હદ થઈ ગઈ કે,
ખભે બંદૂક મુકીને ખભાની આબરુ કાઢી!
 
આ જીવન જેવું જીવન પણ સલામી દે મરણ ટાણે,
આ ટુંપો ખાઈને તે તો કઝાની આબરુ કાઢી

કવિસમેલન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..