Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Patel

Others

3  

Nilesh Patel

Others

ગઝલ

ગઝલ

1 min
6.7K


કોઈ અંદરથી પલળતું હોય છે,

કોઈ ડુસકે ડુસકે રડતું હોય છે.

 

એક બે પત્રો જૂનાં લઇ હાથમાં,

વાંચું છું તો નભ ઉઘડતું હોય છે.

 

મૌન રહીને પણ ઘણું સચવાય છે,

ક્યાંક બોલીને બગડતું હોય છે,

 

એ તમારી પાત્રતાનું મૂલ્ય છે.

કોઈ તમને યાદ કરતું હોય છે.

 

ક્યાંય ઢગલાબંધ કંઇ હોતું નથી,

સઘળે ટીપે ટીપે મળતું હોય છે.

 

જે વધારાનું ઘૂમે છે ચિત્તમાં,

એ જ બહુ ભારણ ખડકતું હોય છે.


Rate this content
Log in