Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyoti Oza

Others

3  

Jyoti Oza

Others

બારી બહારનું એ વિશ્વ

બારી બહારનું એ વિશ્વ

1 min
6.7K


બાળપણમાં જમતાં બારી પાસે  બેસી
બારી બહારનું એ વિશ્વ
કાલીધેલી વાતો કરી, પંખીઓ જોતા
બારી બહારનું એ વિશ્વ

પરીક્ષા આવતા ચોપડી હાથમાં લઈ ડોકિયું કરતા
બારી બહારનું એ વિશ્વ
યુવાનવયે બારીમાંથી કરતા વાતું
બારી બહારનું એ વિશ્વ

કોઈને સાદ પાડી ઈશારામાં કરતા વાતું
બારી બહારનું એ વિશ્વ
ઘડપણમાં ન ચાલી શકતા બેસતા બારી પાસે
બારી બહારનું એ વિશ્વ

દુનિયાનો નજારો જાેતા બારીમાંથી
બારી બહારનું એ વિશ્વ
અલ્પ-જલ્પનું એ આકર્ષણ નાના-મોટા સહુને
બારી બહારનું એ વિશ્વ

કોઈ પોતાના નયનોને ન રોકી શકે
કોઈ પોતાના મનને ન રોકી શકે
બારી બહારનું એ વિશ્વ


Rate this content
Log in