Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વરસાદ ન આવે
વરસાદ ન આવે
★★★★★

© Piyush Pandya

Others

1 Minutes   6.5K    3


Content Ranking

એનુ મન થાય તો આવે, એમ કાંઇ વરસાદ ન આવે,
બોલાવવો હોઇ ઈ બોલાવે, એમ કાંઇ વરસાદ ન આવે.

લીલેરી ચાદરને તમે પ્લાસ્ટિકથી મઢાવો;
ને પછી કહો કે તમે આવો, એમ કાંઇ વરસાદ ન આવે.

ટીટોડીને ભલે ઉંચા ગઢ પર ચઢાવે
તો'ય ટીપૂંય હાથમાં ન આવે, એમ કાંઇ વરસાદ ન આવે.

પેલો ચાતક ડોક ભલે આભલે મંડાવે,
તો'ય મોરને ટહૂકે રોવડાવે, એમ કાંઇ વરસાદ ન આવે.

કોઈ હાર, કોઈ દીપ, કોઈ નાળિયેર ચઢાવે,
તો'ય વાદળ ખાલી ગગડાવે, એમ કાંઇ વરસાદ ન આવે.

Rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..