જાય...
જાય...
1 min
1.0K
પવનની લહેર સાથે વરસતો જાય
બારી મારી ચૂમીને ભીંજતો જાય
મુશળધાર મોજીલો ગુરખો
પુષ્પરજની પાંખડીઓ સ્પર્શતો જાય
ટપકા ખાબોચિયામાં રેડતો જાય
મોરને મસ્ત મગન કરતો જાય
ધરતીની સુવાસ ચારકોર પાથરતો
કહેરવાનો તાલ વગાડતો જાય
નદી નાળા છલકાવતો જાય
જીભને ઉતાવળે તરસાવતો જાય
ગરમીથી ત્રસ્ત બાળું ભાંડું પ્રૌઢ સૌને
હાશકારાનો અનુરાગ આપતો જાય
ધોધમાર ધાંધલ કરતો જાય
લુચ્ચો જેમ તેમ પલાળતો જાય
જીવશ્રુષ્ટિનો સૌનો લાડીલો
ગરમાગરમ વાનગીઓ પ્રેરતો જાય