તુ આસપાસ છે
તુ આસપાસ છે
1 min
6.9K
વૈભવ છે યાદનો સદા તું આસપાસ છે
કેહવાનું એ જ કે હજી પણ તું જ ખાસ છે
ના પહોંચવાની ખાતરી ના આવવાની છે
નક્શા વિના સમુદ્રનો મારો પ્રવાસ છે
ભીતર સુધી હું જેના થકી જોઈ શક્યો છું
એ તો, બળી રહેલા અહમનો ઉજાસ છે
લખતો રહું છું રાત'દિ થાતી નથી ગઝલ
વાબસ્તગી ઘણી છતાં થોડી કચાસ છે
એકાદ હોય તો તમે સમજી શકો કદાચ!
છે એક જામ ને અહીં જાહિદ પચાસ છે