કામમાં આવ્યો
કામમાં આવ્યો
1 min
13.6K
ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો,
મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો.
મને ત્યારે જ લાગ્યું દોસ્ત રાઘવ કામમાં આવ્યો,
જગતમાં જે ઘડી માનવ ને માનવ કામમાં આવ્યો.
હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાંખવામાં પણ,
અમારા ઘરનાં ખાલીપાને પગરવ કામમાં આવ્યો.
ઊભા છે આમ તો રસ્તા ને રસ્તો દઈને રસ્તામાં,
છતાં રસ્તાને એ વૃક્ષોનો પાલવ કામમાં આવ્યો.
હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,
ખરા ટાણે મને ભીતરનો વૈભવ કામમાં આવ્યો.
અમે આદમનાં વંશજ સ્વર્ગમાંથી છો ધકેલાયા,
જગત માણી લીધું મિત્રો પરાભવ કામમાં આવ્યો.